Loading...

૧. રાજ્યની તમામ ફોરેન્સિક લેબોરેટરીઓ NABL Accreditated છે.

૨. DFS ગાંધીનગર તથા RFSL સુરતની કોમ્પ્યુટર ફોરેન્સિક લેબોરેટરી Examiner of Electornic Evidence હેઠળ IT Act-2000 ના Section-79A હેઠળ નોટીફાઈડ છે.  

૩. નવી ૨૮ મોબાઇલ ઇન્વેસ્ટિગેશન વાનનું લોકાર્પણ: ૧ જુલાઈ, ૨૦૨૪ થી અમલમાં આવેલા ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં ફોરેન્સિક સાયન્સને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ નવા કાયદાઓ હેઠળ તપાસ પ્રક્રિયાને વધુ ઝડપી અને આધુનિક બનાવવા માટે જરૂરી કેમિકલ કિટ્સ અને અદ્યતન સાધનોથી સજ્જ ૨૮ નવી મોબાઇલ ઇન્વેસ્ટિગેશન વાનની ખરીદી કરવામાં આવી હતી. આ તમામ વાનનું ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય રાજ્ય ગૃહ મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

૪. નવી કચેરી બાંધકામ / રહેણાંક મકાન બાંધકામ: રાજ્યમાં ફોરેન્સિક સુવિધાઓનું માળખું વધુ સુદ્રઢ કરવાના ભાગરૂપે કચેરીઓ અને પ્રયોગશાળા મકાનોના બાંધકામ હાથ ધરવામાં આવ્યા છે. જેમાં કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં નવી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની સ્થાપના માટે નવા મકાનનું બાંધકામ ચાલુ છે. આ ઉપરાંત, અમદાવાદ સ્થિત ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા અને સુરતની પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા ખાતે પણ નવા મકાનોના નિર્માણની કામગીરી હાલ પ્રગતિમાં છે.

૫. અન્ય અગત્યની બાબત:

❖    તા. ૧૨/૦૬/૨૦૨૫ નાં રોજ બનેલ અમદાવાદ પ્લેન ક્રેશ ની ઘટના સંદર્ભે રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબ દ્વારા પૂરી પાડવામાં આવેલ મદદ:

➢    DNA પરીક્ષણ: ૧૨ જૂન, ૨૦૨૫ ના રોજ બનેલી દુઃખદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં રાજ્યની FSL ટીમે અસાધારણ સેવા આપી હતી. ટીમે કુલ ૧૭૮ સેમ્પલ્સનું સંવેદનશીલતાથી DNA પરીક્ષણ કરીને ૧૪૦ મૃતકોની ચોક્કસ અને ઝડપી ઓળખ કરી હતી, જેમાં શરૂઆતના ૭૨ કલાકમાં જ ૧૦૦ જેટલા મૃતકોની ઓળખ પૂર્ણ થઈ ગઈ હતી. વૈશ્વિક અને ભારતીય સિવિલ એવિએશનના માસ-ડિઝાસ્ટર ઇતિહાસમાં આટલા ઓછા સમયમાં મૃતકોની ઓળખ પૂર્ણ કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

➢     ઇલેક્ટ્રોનિક / ડીજીટલ પરીક્ષણ: આ જ ઘટનામાં FSL ની ડિજિટલ ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી મળેલી બળેલી કે અર્ધ-બળેલી સ્થિતિમાં રહેલી ૨૦૧ જેટલી ડિજિટલ ડિવાઇસનું સફળતાપૂર્વક પૃથ્થકરણ કર્યું હતું. જેમાંથી ૧૫૭ મોબાઇલ, ૨૦ લેપટોપ, ૧૨ આઇપેડ, ૪ સ્માર્ટ વોચ, ૩ કેમેરા, ૨ પેનડ્રાઇવ, ૨ મેમરી કાર્ડ અને ૧ સ્માર્ટ ગ્લાસમાંથી ઘટના સમયના ફોટોગ્રાફ્સ, વિડિયો, લોકેશન અને માલિકીના પુરાવાઓ રિકવર કરી તપાસમાં મહત્ત્વપૂર્ણ મદદ પૂરી પાડી હતી.

૬. રાજયના તમામ જિલ્લા કક્ષાએ સાયબર ફોરેન્સિક લેબ:

ઝડપથી વધી રહેલા સાયબર ગુનાઓ જેવા કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી, પોક્સો, બેંકિંગ ફ્રોડ, ડેટા ચોરી, વાયરલ ઑડિયો/વિડિયો પૃથ્થકરણ અને અન્ય ગંભીર ગુનાઓમાં ગુનેગારોને ઝડપથી સજા અપાવી શકાય તે માટે ગુજરાતના તમામ જિલ્લા કક્ષાએ સાયબર ફોરેન્સિક યુનિટ શરૂ કરવામાં આવશે. સમગ્ર દેશમાં તમામ જિલ્લાઓમાં આ પ્રકારની અદ્યતન સાયબર ફોરેન્સિક સુવિધા ઊભી કરનાર ગુજરાત ભારતનું સૌપ્રથમ રાજ્ય બનશે.