બેલિસ્ટિક્સ વિભાગ
બેલિસ્ટિક્સ એક્ઝામિનેશન એ એક તપાસલક્ષી અભ્યાસ છે જે અસ્ત્ર (પ્રોજેક્ટાઈલ) ની ગતિ, ડાયનેમિક્સ અને વેગમાન (મોમેન્ટમ) સાથે સંબંધિત છે. મૂળભૂત રીતે, આ અભ્યાસ ફાયરઆર્મ્સ અને એમ્યુનિશનના પરીક્ષણ સાથે જોડાયેલો છે. ફાયરિંગની ઘટનામાં ગુના સ્થળ પરથી મળી આવતાં કારતૂસ/કારતૂસનાં ખોખાં, બુલેટ, ફાયરઆર્મસ, કપડા, હેન્ડવોશ વગેરેનુ પરિક્ષણ તેમજ રેન્જ ઓફ ફાયરીંગ તથા એંગલ ઓફ ફાયરીંગ વગેરેનુ અવલોકન કરી ગુનેગારને ગુના સાથે સાંકળવા માટે જરૂરી પરીક્ષણકાર્ય બેલિસ્ટિક્સ વિભાગમાં કરવામાં આવે છે. અત્રેના બેલિસ્ટિક્સ વિભાગમાં કમ્પેરિઝન માઈક્રોસ્કોપ, ઇન્ટિગ્રેટેડ બેલિસ્ટિક્સ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (IBIS), બેલિસ્ટિક્સ ડેટા એક્વિઝિશન સિસ્ટમ (BDAS) જેવા આધુનિક ઉપકરણો ઉપલબ્ધ છે તેમજ તપાસણી માટે આવેલ ફાયરઆર્મ્સના ટેસ્ટ ફાયરીંગ માટે સુવિધાયુક્ત ફાયરીંગ રેન્જ ઉભી કરવામાં આવેલ છે.
કમ્પેરિઝન માઈક્રોસ્કોપ
બુલેટસ અને કારતૂસના ખોખાંઓની સરખામણી કરવા માટે બેલિસ્ટિક્સ વિભાગમાં એક ઓપ્ટિકલ બ્રિજ દ્વારા જોડાયેલા બે કમ્પાઉન્ડ માઈક્રોસ્કોપની રચનાવાળા કમ્પેરિઝન માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પેરિઝન માઈક્રોસ્કોપમાં બે નમૂનાઓ પરના રાઇફલિંગ માર્ક્સ (સુક્ષ્મ રેખાઓ/ખાંચો), ફાયરિંગ પિનની ઇમ્પ્રેશન અને બ્રીચ ફેસ માર્ક્સ તથા અન્ય વેપન માર્ક્સ વગેરેનો એક સાથે અભ્યાસ કરી ફોજદારી કેસોમાં ફાયરઆર્મનો ઉપયોગ થયેલો છે કે કેમ તેનો અભ્યાસ કરવામાં આવે છે.
ઇન્ટિગ્રેટેડ બેલિસ્ટિક્સ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (IBIS)
ઇન્ટિગ્રેટેડ બેલિસ્ટિક્સ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (IBIS) એક ઓટોમેટેડ સિસ્ટમ્સ છે, જે ફોરેન્સિક બેલિસ્ટિક્સમાં બુલેટસ અને કારતૂસના કેસની ઇમેજિસ મેળવે છે, સંગ્રહિત કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે અને પુરાવાઓમાંના વિશિષ્ઠ ડિજિટલ હસ્તાક્ષર (signatures) ને ડેટાબેઝ સાથે સરખાવે છે. આ સિસ્ટમ BRASSTRAX અને BULLETTRAX નામન બે એકમ ધરાવે છે
આ ટેકનોલોજીની લાક્ષણિકતા એ છે કે તે માનવ ક્ષમતા કરતાં ઘણી વધુ ઝડપે સિસ્ટમમાં રહેલા તમામ પુરાવાઓની સરખામણી કરી શકે છે. આ દ્રષ્ટિએ, આપણે પુરાવાઓના મોટા જથ્થાને અવરોધ તરીકે નહીં, પરંતુ પોલીસને "બધું જ જોવાની" તક આપીને ગુનાઓનો ઉકેલ મેળવવામાં મદદરૂપ એક પ્રેરકબળ તરીકે સમય બચાવીને, સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરીને આ અડચણનો ઉકેલ આપે છે, જેથી કાયદા અમલીકરણ એજન્સીઓ ગોળીબારના તમામ ગુનાહિત પુરાવાનું વ્યાપક વિશ્લેષણ કરી શકે.
સિસ્ટમ (BDAS)
બેલિસ્ટિક્સ ડેટા એક્વિઝિશન સિસ્ટમ (BDAS) એ એક અત્યાધુનિક ડિજિટલ કમ્પ્યુટર સિસ્ટમ છે જે હથિયાર અને દારૂગોળાના પરીક્ષણ માટે ડેટા એકત્રિત કરે છે. તેનો ઉપયોગ ફોરેન્સિક સાયન્સ, લશ્કરી સંશોધન અને પોલીસ તપાસમાં ફાયરિંગ દરમિયાન ઉત્પન્ન થતા દબાણ, ઝડપ અને અવાજ જેવા સિગ્નલો માપવા માટે થાય છે. તે બુલેટની ઝડપ (Velocity) અને ફાયરિંગ રેટને અનુલક્ષીને સંવેદનશીલ સેન્સર દ્વારા મળેલા સિગ્નલોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરણ કરી કમ્પ્યુટર દ્વારા વિશ્લેષણ કરે છે.
બેલિસ્ટિક્સ વિભાગ ગુન્હાસ્થળેથી મેળવવામાં આવેલા નમુનાઓનું પરીક્ષણ કરવામાં, ગોળીબારની ઘટનાઓની પુનઃરચના (રી-કન્સ્ટ્રક્શન), બેલિસ્ટિક પુરાવાઓ દ્વારા બહુવિધ પરિબળોને ગુનામાં એકબીજા સાથે જોડવા, અને અદાલતોમાં નિષ્ણાત તરીકે સાક્ષી આપી ન્યાય પ્રક્રિયામાં બેલિસ્ટિક્સને લગતી ઘટનાઓની વિસ્તૃત સમજણ આપવામાં મદદરૂપ થાય છે.