ડીએનએ વિભાગ:
ડી.એન.એ. પ્રોફાઈલીંગ એક અધતન ટેકનોલોજી છે. જેમાં વ્યકિતની ચોકકસપણે ઓળખ થઈ શકે છે. દા.ત. જેમ દરેક વ્યકિતમાં આંગળીઓની છાપ અલગ-અલગ હોવાથી ફીંગર પ્રીન્ટીંગ પઘ્ધતિ વડે, વ્યકિતની ચોકકસ રીતે ઓળખ કરી શકાય છે. તેવી જ રીતે ડી.એન.એ. પ્રોફાઈલીંગ ટેકનોલોજીમાં પણ દરેક માનવનાં ડી.એન.એ. એક બીજાથી અમુક ચોકકસ તફાવત ધરાવતા હોવાથી, આ તફાવતને અધતન ટેકનોલોજી ઘ્વારા ઝીણવણટપૂર્વક અભ્યાસ કરી, દરેક વ્યકિતની ડી.એન.એ. પ્રોફાઈલ દ્વારા વ્યકિતની ચોકકસ ઓળખ કરી શકાય છે. એટલે આ પઘ્ધતિ ડીએનએ પ્રોફાઈલીંગ (ડીએનએ ફીંગર પ્રીન્ટીંગ) ટેકનોલોજી તરીકે પ્રસિઘ્ધ છે.
ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન (DVI)
ડી.એન.એ. વિભાગ સામૂહિક હોનારતો, માનવસર્જિત આપત્તિઓ અને આતંકવાદી હુમલાઓ જેવી કટોકટીની સ્થિતિમાં મૃતકોની ઓળખ સ્થાપિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અદ્યતન ડી.એન.એ. ટેક્નોલોજી દ્વારા પ્રયોગશાળા ડિઝાસ્ટર વિક્ટિમ આઇડેન્ટિફિકેશન (DVI) પ્રોટોકોલ હેઠળ પીડિતોની ચોક્કસ ઓળખ કરી કાનૂની પ્રક્રિયામાં અને પરિવારોને ન્યાય અપાવવામાં મદદ કરે છે.
આ વિભાગમાં જૈવિક નમુનાઓની ડીએનએ પ્રોફાઈલીંગ ટેકનોલોજી થી તપાસ કરવામાં આવે છે. જેમાં નીચે મુજબના અત્યાધુનિક ઉપકરણો નો ઉપયોગ કરવામાં આવે છે.
1. ડીપ-ફ્રીઝર (-૨૦ ડી.સે.)
2. રેફ્રીજરેટેડ સેન્ટ્રીફયુઝ મશીન
3. ટીસ્યુ લાઈઝર
4. બાયોસેફટી વર્કસ્ટેશન
5. ઓટોમેટેડ ડીએનએ એક્ષ્ટેક્શન મોડ્યુલ્સ
6. રીયલ ટાઇમ પીસીઆર (Q PCR)
7. લીક્વીડ હેન્ડલિંગ સિસ્ટમ
8. થર્મલ સાઇક્લર મશીન (PCR)
9. ડીએનએ સીકવન્સર (GENETIC ANALYSER)
10. રેપીડ DNA પ્રોફાઈલીંગ સિસ્ટમ