ફોરેન્સિક ડૉક્યુમેન્ટ વિભાગ (Forensic Document Division)
ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી (DFS) અંતર્ગત કાર્યરત "ફોરેન્સિક ડૉક્યુમેન્ટ વિભાગ" વિવિધ ગુનાહિત અને દીવાની કેસમાં શંકાસ્પદ દસ્તાવેજો(Questioned Documents)ના વૈજ્ઞાનિક પરીક્ષણ અને વિશ્લેષણ માટેની અત્યંત મહત્વપૂર્ણ શાખા છે.
આ વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય દસ્તાવેજોની સત્યતા ચકાસીને ન્યાયિક પ્રક્રિયામાં સચોટ, તટસ્થ અને વૈજ્ઞાનિક અભિપ્રાય પૂરો પાડવાનો છે.
* કાર્યક્ષેત્ર અને પરીક્ષણ કામગીરી (Scope of Work)
આ વિભાગની સઘન કામગીરીને મુખ્યત્વે ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકાય:
૧. ગુનાઓનું સ્વરૂપ
રાજ્યની વિવિધ તપાસ એજન્સીઓ (જેવી કે,રાજ્યના પોલીસ સ્ટેશનો, A.C.B., C.I.D. ક્રાઇમ) દ્વારા નોંધાયેલા વિવિધ કેસોનું પરીક્ષણ:
® આર્થિક ગુનાઓ: બેન્ક ઉચાપત, જમીન કૌભાંડો અને લેટર ઓફ ક્રેડિટ (LC) ફ્રોડ.
® બનાવટી દાવાઓ: બોગસ વીમા દાવાઓ અને બ્લેક મેઇલિંગ.
® ગંભીર ગુનાઓ: વી.વી.આઇ.પી.ને મળતા ધમકીપત્રો, આત્મહત્યાની નોંધ (Suicide Notes) અને હત્યા સંબંધિત કેસો.
૨. દસ્તાવેજોનું વિશ્લેષણ
સુરક્ષા અને ઓળખને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજોનું ઊંડાણપૂર્વક પરીક્ષણ:
® બનાવટી પાસપોર્ટ, વિઝા, બોગસ R.T.O. બુક્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ.
® બોગસ પાનકાર્ડ, શાળા છોડ્યાના પ્રમાણપત્રો (LC) અને શૈક્ષણિક માર્કશીટ.
® રેવન્યુ રેકોર્ડ્સ, જ્યુડિશિયલ સ્ટેમ્પ્સ, ટ્રાવેલર્સ ચેક તથા અન્ય સિક્યુરિટી પ્રોડક્ટ્સ.
® એપિક(EPIC) કાર્ડ, હોલોગ્રામ જેવી સિક્યુરિટી પ્રોડક્ટ્સ
૩. વૈજ્ઞાનિક ચકાસણી
તજજ્ઞ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી યાંત્રિક અને વૈજ્ઞાનિક ખરાઈ:
® શંકાસ્પદ લખાણો અને બનાવટી સહીઓ.
® દસ્તાવેજોમાં થયેલી ચેકચાક અને છૂપાવેલું લખાણ.
® દસ્તાવેજમાં થયેલા સુધારા-વધારા (Alterations).
® ટાઇપરાઇટિંગ, પ્રિન્ટેડ મેટર અને રબર સ્ટેમ્પ્સની યાંત્રિક ચકાસણી.
અત્યાધુનિક તકનીકી ઉપકરણો (Advanced Scientific Equipment)
દસ્તાવેજોના ઝીણવટભર્યા પરીક્ષણ અને અદૃશ્ય પુરાવાઓને વૈજ્ઞાનિક ઢબે ઉજાગર કરવા માટે આ વિભાગ નીચે મુજબના અત્યાધુનિક સાધનોથી સુસજ્જ છે:
® VSC-8000 (વિડીયો સ્પેક્ટરલ કમ્પેરેટર)
® ESDA (ઇલેકટ્રોસ્ટેટિક ડિટેકશન એપરેટસ)
® ઝૂમ સ્ટિરિયો માઇક્રોસ્કોપ
® હ્યુમિડિટી ચેમ્બર
આ વિભાગ તેના અત્યાધુનિક ઉપકરણો અને નિષ્ણાત અધિકારીઓના સઘન વિશ્લેષણ થકી દસ્તાવેજી પુરાવાઓની વિશ્વસનીયતા પ્રસ્થાપિત કરી, ગુનાશોધન તેમજ ન્યાયતંત્રની કામગીરીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.