ગુના સ્થળેથી મળેલ ફિંગર પ્રિન્ટને ઓટોમેટેડ ફિંગર પ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ AFISના ૬૨ લાખ ફિંગર પ્રિન્ટ સ્લીપોના
ડેટાબેઝ માં સરખામણી કરી ફિંગર પ્રિન્ટ દ્રારા ગુનેગારની ઓળખ
પ્રસ્થાપિત કરી શકાય છે. કેન્દ્ર સરકારની નેશનલ ઓટોમેટેડ ફિંગર પ્રિન્ટ
આઈડેન્ટિફિકેશન સિસ્ટમ - NAFIS દ્રારા ૨૦૦થી પણ વધુ ચાન્સ પ્રિન્ટ કેસો તેમજ
વણઓળખાયેલ રહેલ અજાણી લાશની ફિંગર પ્રિન્ટ સ્લીપ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યોના
ફિંગર પ્રિન્ટ ડેટાબેઝ સાથે સરખામણી કરી ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવે છે. તકરારી
દસ્તાવેજના કેસોમાં તકરારી ફિંગર પ્રિન્ટની નમૂનાની છાપો અને કુદરતી છાપો સાથે
સરખામણી દ્રારા વિવિધ પ્રકારના દસ્તાવેજ કેસોનો યોગ્ય અભિપ્રાય આપી શકાય છે