Loading...

ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો અને અદ્યતન કમ્પ્યુટેશનલ અલ્ગોરિધમ્સનો સમન્વય કરીને ભૌતિક અને ડિજિટલ પુરાવાઓ જેવા કે નકલી ચલણી નોટો, અવાજની દ્વારા વ્યક્તિની ઓળખ, ઓડિયો ફાઇલની સાતત્યતા, વ્યક્તિના ચહેરાની ઓળખ વગેરેનો અત્યાધુનિક આંતરરાષ્ટ્રીય ટેકનિકલ ફોરેન્સિક ઉપકરણો દ્વારા ભૌતિક વિજ્ઞાનના નિયમોને કાનૂની તપાસ સાથે જોડીને દરેક તપાસમાં સંપૂર્ણ નિશ્ચિતતા અને તટસ્થ વૈજ્ઞાનિક સ્પષ્ટતા લાવી અદાલતમાં સ્વીકાર્ય હોય તેવા સચોટ પુરાવાઓમાં રૂપાંતરિત કરી  ન્યાય વિતરણ પ્રણાલીને મહત્વપૂર્ણ સેવા પૂરી પાડે છે. દેશની આર્થિક સુરક્ષાના રક્ષણ અને જટિલ ગુનાઓના ઉકેલ માટે, આ વિભાગ વિવિધ વિશિષ્ટ સેવાઓ પ્રદાન કરે છે. આંતરરાષ્ટ્રીય ટેકનિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ આ વિભાગ તેના મુખ્ય ધ્યેયને વળગી રહેવા કટિબદ્ધ છે.