Loading...

1)      પોલિગ્રાફ ટેસ્ટ: આ ટેસ્ટ  વ્યકિતીના વર્તનની મનો-શારીરિક (સાયકોફિઝિયોલોજિકલ) પ્રક્રિયાઓમાં થતા ફેરફારો ના માપન પર આધારિત છે. વ્યક્તિને નિષ્ણાત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાના હોય  છે. પરીક્ષણ દરમિયાન, વ્યક્તિએ પ્રશ્નોના માત્ર એકાક્ષરી  જવાબો, જેમકે’ હા’ કે  ના’, મા જવાબો ‘ આપવાના હોય છે. ટેસ્ટ દરમિયાન નોંધાયેલા શારીરિક પ્રતિભાવોને Pneumograph (શ્વસન પ્રક્રિયા), Galvanograph   (ત્વચાની વાહકતા) અને Spygmograph (હૃદયની ગતિવિધિ) ના સ્વરૂપમાં માપવામાં આવે છે. પરીક્ષણ હાથ ધરતા પહેલા, પોલીગ્રાફ તપાસ માટે નો  કોર્ટનો આદેશ અને તે વ્યક્તિની લેખીત મંજુરી મેળવવામાં આવે છે.

2)      બી.ઈ.ઑ.એસ ટેસ્ટ, જેને સામાન્ય રીતે બ્રેઇન મેપિંગ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ એક બિન-આક્રમક (Non-invasive) તપાસ પદ્ધતિ છે. આ પરીક્ષણ કોર્ટના આદેશ અને સંબંધિત વ્યક્તિની સંમતિ પ્રાપ્ત કર્યા પછી જ કરવામાં આવે છે. પરીક્ષણ દરમિયાન, ૩૨ - ચેનલ ના EEG ગ્રાફ (Electroencephalograph) દ્વારા વ્યક્તિની ન્યુરલ એક્ટીવિટીમાં થતા ફેરફારોનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. વ્યક્તિને તપાસ હેઠળની ઘટનાનું વર્ણન કરતા પ્રોબ્સ (Probes) સંભળાવવામાં આવે છે. આ પ્રોબ્સ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે તે વ્યક્તિના ‘અનુભવજન્ય જ્ઞાન’ (Experiential Knowledge) સાથે સંકળાયેલા હોય છે. સીસ્ટમ  દ્વારા EEG ગ્રાફ નુ વિશ્લેષણ થઈ ઓટો- જનરેટેડ રિજલ્ટ દ્વારા વ્યક્તિની ગુનામાં સંડોવણી અંગે નિષ્કર્ષ કાઢવામાં આવે છે.

3)      નાર્કો એનાલિસિસ, જેને સામાન્ય રીતે ટ્રુથ સીરમ ટેસ્ટ (Truth Serum Test) તરીકે ઓળખવામાં આવે છે, ગુનાહિત તપાસમાં ઉપયોગમાં લેવાતી એક પદ્ધતિ છે. આ પરીક્ષણમાં વ્યક્તિને સોડિયમ પેન્ટોથાલ (Sodium Pentothal) નામની ઔષધી આપવામાં આવે છે, જેના પ્રભાવ હેઠળ તે તંદ્રા જેવી અથવા અર્ધ-ચેતનાવસ્થામાં પહોંચી જાય છે. આ અવસ્થામાં વ્યક્તિ માટે હકીકતો છુપાવવી મુશ્કેલ બનતી હોવાનું માનવામાં આવે છે અને તે ગુના સંબંધિત માહિતી વધુ સરળતાથી વ્યક્ત કરી શકે છે.

પરીક્ષણ દરમિયાન નિષ્ણાત દ્વારા વ્યક્તિને વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના તમામ જવાબોનું કાળજીપૂર્વક રેકોર્ડિંગ કરવામાં આવે છે. આ પરીક્ષણ વ્યક્તિની સંમતિ અને કોર્ટના આદેશ મેળવ્યા બાદ, કડક તબીબી દેખરેખ હેઠળ કરવામાં આવે છે.

4)      સસ્પેક્ટ ડિટેશેન સીસ્ટમ  (SDS)  પરીક્ષણ ગિલ્ટ નોલેજ ટેસ્ટ (Guilt Knowledge Test) ના સિદ્ધાંત પર આધારિત છે. આ પરીક્ષણ દરમિયાન વ્યક્તિને ઘટનાસંબંધિત (Relevant) તેમજ અસંબંધિત (Irrelevant) પ્રશ્નો પૂછવામાં આવે છે. વ્યક્તિની ગેલ્વેનિક સ્કિન રિસ્પોન્સ (Galvanic Skin Response - GSR) માં થતા ફેરફારોના આધારે સિસ્ટમ  ઓટો- જનરેટેડ રિજલ્ટ ‘શંકાસ્પદ’ (Suspect)’ છે કે ‘અશંકાસ્પદ’ (Non-suspect) તરીખે આપે છે. આ સિસ્ટમ પોર્ટેબલ હોવાથી ઓછા સમયમાં વધુ સંખ્યામાં વ્યક્તિઓ ની તપાસ કરી શકાય છે.

5)      લેયર્ડ વોઇસ એનાલિસિસ (LVA) : લેયર્ડ વોઇસ એનાલિસિસ એ વ્યક્તિના અવાજમાં રહેલી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ (Emotional Changes) માં થતા ફેરફારોનું પરીક્ષણ કરે છે. આ પરીક્ષણ કરાવવા માટે વ્યક્તિની સંમતિ મેળવવી આવશ્યક છે. LVA પરીક્ષણ બે પ્રકારથી કરી શકાય છે – ઓનલાઇન (Online) અને ઓફલાઇન (Offline). ઓનલાઇન મોડમાં નિષ્ણાત દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં વ્યક્તિને વિસ્તૃત અને વર્ણનાત્મક જવાબો આપવા માટે પ્રોત્સાહન કરવામાં આવે છે. જ્યારે ઓફલાઇન મોડમાં વ્યક્તિની હાજરી જરૂરી નથી. તપાસ અધિકારી દ્વારા લેવામાં આવેલ ઇન્ટરવ્યૂનું રેકોર્ડિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ તે રેકોર્ડ કરાયેલા અવાજનું LVA સિસ્ટમ દ્વારા ઓફલાઇન મોડમાં પરીક્ષણ કરવામાં આવે છે.

6)      બ્રેઇન ઇમેજ ક્લાસિફાયર (BIC) : બ્રેઇન ઇમેજ ક્લાસિફાયર એક ફોરેન્સિક સાધન છે, જેમાં વ્યક્તિને ગુના સાથે સંબંધિત તેમજ ન્યુટ્રલ ચિત્રો (Images) દર્શાવવામાં આવે છે. વ્યક્તિની આંખોની ગતિ (Eye Tracking) અને મગજની ન્યુરલ પ્રતિક્રિયાઓ (Neural Responses) ના આધારે તે ચિત્રો તેના માટે પરિચિત (Familiar) છે કે અપરિચિત (Unfamiliar) છે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. BIC પરીક્ષણ ગુનામાં સંડોવાયેલા સાથીદારો (Accomplices), ઉપયોગમાં લેવાયેલા માર્ગો (Routes), અગાઉથી કરવામાં આવેલી સ્થળોની રેકી (Casing of Places/Buildings), અન્ય સંકળાયેલા વ્યક્તિઓ, ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ (Objects) તથા મગજમાં દૃશ્ય સ્વરૂપે સંગ્રહિત પરંતુ નામરૂપે યાદ ન હોય તેવી અન્ય માહિતી મેળવવામાં અત્યંત ઉપયોગી છે. BIC પરીક્ષણમાં ભાષાનો કોઈ અવરોધ  નથી કારણ કે તે ચિત્રો અને મગજની પ્રતિક્રિયાઓ પર આધારિત છે. આ પરીક્ષણનો ઉપયોગ મુખ્યત્વે આતંકવાદ (Terrorism) સંબંધિત કેસો, સાથીદારોની ઓળખ, વસ્તુઓ અને સ્થળોની ઓળખ, આતંકવાદના તાલીમ કેંદ્રો ની ઓળખ માટે કરવામાં આવે છે.

7)      આઇડિટેક્ટ સિસ્ટમ ટેસ્ટ (EyeDetect System Test) : આઇડિટેક્ટ સિસ્ટમ એક આધુનિક સાધન છે, જે આંખોની ગતિનું નિરીક્ષણ (Eye-Tracking) અને સૂક્ષ્મ શારીરિક પ્રતિક્રિયાઓ પર આધારિત છે. આ પરીક્ષણ દરમિયાન વ્યક્તિ કમ્પ્યુટર પરના સ્ક્રીન પર પ્રશ્નોની શ્રેણીના જવાબ આપે છે, જ્યારે સિસ્ટમ તેની આંખો ની કીકીના વિસ્તરણ (Pupil Dilation), આંખોની ગતિ (Eye Movements), પાંપણ ઝપકાવવાનો દર (Blink Rate) અને વાંચન સંબંધિત વર્તન (Reading Behavior) માં થતા ફેરફારોનું નિરીક્ષણ કરે છે. આ સૂક્ષ્મ પ્રતિક્રિયાઓનું વિશ્લેષણ અદ્યતન અલ્ગોરિધમ્સ દ્વારા કરવામાં આવે છે, જેના આધારે વ્યક્તિ સત્ય  કે અસત્ય માહિતી આપી રહી છે તે અંગે નિષ્કર્ષ કાઢવામાં આવે છે. આ પદ્ધતિ મૌખિક જવાબો પર આધારીત નથી.

8)      મનોવૈજ્ઞાનિક તપાસ (Psychological Assessment) : આ પ્રક્રિયામાં વ્યક્તિના વ્યક્તિત્વ અને મનોવિકૃતિઓ (Psychopathology) ને સમજવા માટે વિવિધ પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે બુધ્ધિ ની કસોટી (Intelligence Test), વ્યક્તિત્વ કસોટી (Personality Test), સાઈકો-ન્યુરોલોજિકલ કસોટીઓ (Psycho-neurological Tests), પ્રોજેક્ટિવ (Projective) તથા સેમી- પ્રોજેક્ટિવ (Semi-Projective) ટેસ્ટ. વ્યકિતી નુ નિષ્ણાત દ્વારા નિરીક્ષણ (Observation) કરવામાં આવે છે, ફોરેન્સિક ઇન્ટરવ્યૂ (Forensic Interview) લેવામાં આવે છે તથા વ્યક્તિના નિવેદનોનું વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ ખાસ કરીને ત્યારે કરવામાં આવે છે જ્યારે સંબંધિત વ્યક્તિ સગીર વયની (Minor) હોય. તપાસને દિશા અને માર્ગદર્શન આપવા માટે ફોરેન્સિક ક્રાઇમ સીન પ્રોફાઇલિંગ (Forensic Crime Scene Profiling) અને ફોરેન્સિક મનોવૈજ્ઞાનિક પ્રોફાઇલિંગ (Forensic Psychological Profiling) જેવી પધ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

9)        સાયબર મનોવૈજ્ઞાનિક પ્રુથ્થ્કરણ (Cyber Psychological Analysis) : આ એક એવી પદ્ધતિ છે જેમાં ડિજીટલ ડિવાઈઝ માથી પ્રાપ્ત થયેલા ડેટા, જેમ કે કૉલ લોગ્સ (Call Logs), સંદેશાઓ (Messages), સોશિયલ મીડિયા એપ્લિકેશન્સની માહિતી તથા બ્રાઉઝ કરેલી વેબસાઇટ્સ (Browsed Websites) નું પરીક્ષણ  કરવામાં આવે છે. આ પરીક્ષણ દ્વારા ગુનાના હેતુ (Motive), કાર્ય પધ્ધતિ (Modus Operandi) તેમજ પીડિત વ્યક્તિ સાથેના સંબંધોને સ્થાપિત કરવામાં મદદ કરે છે. આ માહિતીના આધારે નિષ્ણાત વ્યક્તિના વ્યક્તિત્વ (Personality), વર્તણૂકીય લક્ષણો (Behavioral Traits) તથા વિચલિત વલણો (Deviancy) નું વૈજ્ઞાનિક મૂલ્યાંકન અને પ્રોફાઇલિંગ કરે છે. આ પધ્ધતિ થી તપાસમાં મહત્વપૂર્ણ દિશા અને પુરાવા આધારિત તારણો મેળવવા માટે ઉપયોગી સાબિત થાય છે.