મુખ્ય જનજાગૃતિ પ્રવૃત્તિઓ:
● ફોરેન્સિક અવેરનેસ વીક (Forensic Awareness Week): દર વર્ષના અંતે વિશેષ 'ફોરેન્સિક અવેરનેસ વીક' ની ઉજવણી કરવામાં આવે છે. આ દરમિયાન સામાન્ય પ્રજા અને વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રદર્શનો, વ્યાખ્યાનો અને માર્ગદર્શન સત્રો યોજવામાં આવે છે.
● શાળા અને કોલેજ સમુદાય માટે શૈક્ષણિક મુલાકાતો: વિજ્ઞાન અને કાયદાના વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સની વાસ્તવિક કામગીરી, અદ્યતન સાધનો અને પ્રયોગશાળાના વિશ્લેષણ વિશે સમજી શકે તે માટે શૈક્ષણિક મુલાકાતો (Educational Visits) અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.
● પોલીસ અને તપાસ એજન્સીઓ માટે તાલીમ: ગુન્હા સ્થળની યોગ્ય તપાસ (Crime Scene Management) અને પુરાવાઓની સાચી એકત્રીકરણ પદ્ધતિઓ અંગે પ્રથમ પ્રતિભાવ આપનાર (First Responders) અને પોલીસ કર્મચારીઓ માટે નિયમિત તાલીમ કાર્યક્રમોનું આયોજન.
● સેમિનાર અને ટેકનિકલ પ્રેઝન્ટેશન: સાયબર ક્રાઇમ, ડી.એન.એ. પૃથ્થકરણ (DNA Profiling), ડિજિટલ ફોરેન્સિક્સ, ક્રાઈમ સીન મેનેજમેન્ટ અને ફિંગરપ્રિન્ટ જેવા વિષયો પર તજજ્ઞો દ્વારા વ્યાખ્યાનો અને સેમિનાર યોજવામાં આવે છે.
સામાન્ય નાગરિકો માટે મહત્વપૂર્ણ સૂચનો:
જ્યારે પણ કોઈ ગુન્હાની ઘટના બને ત્યારે ભૌતિક પુરાવા સુરક્ષિત રહે તે માટે નાગરિકોએ નીચેની બાબતો ધ્યાનમાં રાખવી:
૧. ક્રાઇમ સીન સુરક્ષિત રાખો: ઘટનાસ્થળ પર બિનજરૂરી પ્રવેશ ટાળો જેથી કરીને ફિંગરપ્રિન્ટ્સ, ડી.એન.એ. કે અન્ય ભૌતિક પુરાવા નાશ ન પામે.
૨. વસ્તુઓને સ્પર્શ ન કરો: ગુન્હાના સ્થળે પડેલી કોઈપણ વસ્તુ, હથિયાર કે વાહનને સ્પર્શ કરશો નહીં.
૩. ત્વરિત જાણ કરો: ઘટના અંગે તરત જ સ્થાનિક પોલીસ અથવા ૧૧૨ (Emergency Helpline) પર સંપર્ક કરો.
ડિજિટલ પુરાવા જાળવો: સાયબર ગુન્હાના કિસ્સામાં મેસેજ, કોલ રેકોર્ડ કે ટ્રાન્ઝેક્શન વિગતોના સ્ક્રીનશોટ સુરક્ષિત રાખો અને ડિજિટલ ઉપકરણો સાથે છેડછાડ ન કરો.